રિલાયન્સ Jioથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે તમારે રૂપિયા ચૂકવવા પડશે. Jio થી Jio નેટવર્ક પર કોલિંગ ફ્રી રહેશે, જ્યારે અન્ય કોઈ નેટવર્ક પર કૉલિંગ માટે યુઝર્સને 6 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. Jioએ જણાવ્યું કે, હવેથી ગ્રાહકોને Jioથી અન્ય નેટવર્ક પર કૉલિંગ માટે IUC ટોપ અપ રિચાર્જ કરાવવું પડશે. અત્યાર સુધી માત્ર ડેટા માટે રિચાર્ચ કરાવવું પડતું હતું અને કોલિંગ અને SMSની સેવા ફ્રી મળતી હતી. તો આ IUC છે શું? જેના કારણે કંપનીએ યુઝર્સ જોડેથી પૈસા વસૂલવાનો નિર્ણય કર્યો…તો ચાલો જાણીએ…
શું છે IUC?
IUC એટલે કે ઈન્ટરકનેક્ટ યુસેઝ ચાર્જ…આ એક પ્રકારનો ચાર્જ હોય છે, જે કોઈ એક નેટવર્ક ઓપરેટર દ્વારા અન્ય નેટવર્ક ઓપરેટર પર યુઝર્સ દ્વારા કોલ કરવાની બદલામાં વસૂલવામાં આવે છે. ટ્રાઈએ તેને 6 પૈસા પ્રતિ મિનિટ પર ફિક્સ રાખ્યો છે. હવે જો ઈનકમિંગ અને આઉટ ગોઈંગ કોલમાં એક સિમિટ્રી હોય છે, તો IUC બેલેન્સ્ડ હોય છે. જેના કારણે કોઈ તકલીફ નથી આવતી
શું છે પરેશાની?
જો કે ભારતમાં સ્થિતિ બિલકુલ અલગ છે. Jioના 100 ટકા ગ્રાહકો 4G યુઝર્સ છે. જે પહેલા દિવસથી જ ફ્રી વૉઈસ કોલની સુવિધા આપી રહ્યા છે અને અન્ય નેટવર્ક ઓપરેટર્સના 35 કરોડ ગ્રાહકો 2G યુજર્સ છે. જેમને આઉટ ગોઈંગ વૉઈસ કોલ માટે ચાર્જ આપવો પડે છે. આજ કારણથી તેઓ કોલ કરવાની જગ્યાએ મિસ્ડ કોલ કરે છે. એવામાં કંપનીને IUC ચાર્જ તરીકે ભારે ભરખમ રૂપિયા ચૂકવવા પડે છે.
જો આંકડાઓની વાત કરીએ તો, Jio નેટવર્ક પર રોજના 25 થી 30 કરોડ મિસ્ડ કૉલ્સ આવે છે. આજ કારણે છેલ્લા 3 વર્ષોમાં Jioએ 13 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી અન્ય નેટવર્ક ઓપરેટર્સને કરી છે.
કેમ ઉઠ્યો સવાલ?
2011થી જ ટ્રાઈનું કહેવું હતું કે, IUC ચાર્જ ઘટાડીને શૂન્ય કરવામાં આવશે. જે બાદ લગભગ અંદાજે બે વર્ષ પહેલ 2017માં ટ્રાઈએ જણાવ્યું હતું કે, 1 જાન્યુઆરી 2020થી IUCનો દર ઘટાડી શૂન્ય કરવામાં આવશે. જો કે ત્રણ મહિના પહેલા જ ટ્રાઈએ પોતાના નિર્ણય પર પુન:વિચાર કરવાનો નિર્ણય કર્યો. જે બાદ Jioએ તેની જાહેરાત કરી હતી.