પાટણમાં ભાજપ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને અનેક વાર જન્મ લેવા પડશે. તેમણે કહ્યું, ક્યાં રાજાભોજ અને ક્યાં ગંગુ તેલી.
ત્યાર બાદ વિકાસ મામલે પ્રતિક્રિયા આપી હતી કે, કોંગ્રેસને ક્યારે પણ વિકાસ નહીં દેખાય. વિકાસના માથે સિંગડા નથી હોતા. વિકાસ માત્ર કોંગ્રેસને જ દેખાતો નથી. ત્યાર બાદ તેમણે કોંગ્રેસને અભાગ્યા અને લુખ્ખાઓ સાથે સરખાવ્યા હતા.
તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે કે, ભાજપમાં જે નેતા કોંગ્રેસ પર નિશાન સાધે છે તેને સારૂ પદ આપવામાં આવે છે. જીતુ વાઘાણી કોઈ પદ લેવા માટે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે.