જમ્મુ ડિવિઝનના પુંછ જિલ્લામાં સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થઈ ગયા છે.
જિલ્લાના મંડી તાલુકામાં ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા નજીક સાવજિયાન ખાતે મિનિબસને અકસ્માત નડ્યો છે.. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગલી મેદાનથી પૂંછ જતી એક મિની બસ સાવજિયાના સરહદી વિસ્તાર પાસે ઉંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મિની બસમાં 36 લોકો સવાર હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે સેના, પોલીસ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા સંયુક્ત બચાવ અભિયાન ચાલુ છે.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પૂંચ રોડ અકસ્માત પર ઊંડું શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, ‘પુંછના સાવજિયનમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું. પોલીસ અને સિવિલ અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય સારવાર આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મૃતકોના પરિજનોને મદદ કરવા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે.