Indian Army Recruitment Rally 2021: ભારતીય સૈન્ય દ્વારા 11 જુલાઈ 2021 થી 2 ઓગસ્ટ 2021 દરમિયાન રાજસ્થાનના અજમેરમાં આર્મી ભરતી રેલી યોજવામાં આવશે. આ રેલી માટે ઉમેદવારો 27 જૂન 2021 સુધી નોંધણી કરાવી શકે છે. આ રેલીનું આયોજન અજમેરના કાયાડ વિશ્રામ સ્થળ પર કરવામાં આવશે. આર્મીના જણાવ્યા મુજબ, તારીખ અને સ્થાન અસ્થાયી છે અને તેને બદલવામાં પણ આવી શકે છે. જણાવી દઇએ કે વધતા કોરોના કેસોને લીધે સેનાએ 25 એપ્રિલ 2021 અને 30 મે 2021 ના રોજ યોજાનારી પ્રવેશ પરીક્ષા મોકૂફ કરી હતી. ભારતીય સેનાએ જારી કરેલા જાહેરનામા મુજબ, કોઈપણ ઉમેદવારને અરજી કર્યા વિના રેલીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.આ રેલી સોલ્જક (જનરલ ડ્યુટી), સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ટ્રેડસમેન (ઓલ આર્મ્સ) 10મું પાસ, સોલ્જર ટ્રેડસમેન (ઓલ આર્મ્સ) 8મું પાસ, સોલ્જર ક્લાર્ક / સ્ટોર કીપર ટેક્નિકલ, સોલ્જર ટેક (એએમસી) / એનએ અને સિપાહી ફાર્મા પદ માટે ભરતી માટે છે. સોલ્જર જનરલ ડ્યુટીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર સત્તર વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ટ્રેડ્સમેન, સોલ્જર ક્લાર્ક / એસકેટી પદ માટે, ઉમેદવારની ઉંમર સાડા સત્તર વર્ષથી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, સિપાહી ફાર્માના પદના ઉમેદવારની ઉંમર 19 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
આ ઉપરાંત સોલ્જર જનરલ ડ્યુટીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે ધોરણ 10 માં એકંદર 45% અને દરેક વિષયમાં 33% ગુણ હોવા જોઈએ.જ્યારે, સોલ્જર ટોક્નિકલ પોસ્ટ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ સાથે 10+2 ઇંટરમીડિએટ પરીક્ષા 5૦% ગુણ સાથે પાસ અને દરેક વિષયમાં 40 ટકા ગુણ હોવા જોઇએ. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન ચકાસી શકે છે. જણાવી દઈએ કે કોવિડ -19 ના સંદર્ભમાં, સેનાએ ઉમેદવારોને રેલીના રિપોર્ટિંગ દિવસના 48 કલાક પહેલા જારી થયેલ એસિમ્પટમેટિક / નો રિસ્ક સર્ટિફિકેટ બતાવવા કહ્યું છે. આ ઉપરાંત તમામ ઉમેદવારોની રેલી પર થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. લક્ષણ ધરાવતા ઉમેદવારોએ મુખ્ય મથક દ્વારા નિર્ધારિત દિવસે ફરીથી રિપોર્ટ કરવું પડશે. જો ફરીથી લક્ષણો હશે, તો ઉમેદવારને રેલીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મેડિકલ ટેસ્ટ બાદ ફીટ જાહેર કરાયેલા ઉમેદવારોને સામાન્ય પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશ કાર્ડ આપવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન ચકાસી શકે છે.