કેન્દ્રીય નાણામંત્રી પીયુષ ગોયલે રેલવેમાં લાખો નોકરીઓ લાવવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નાણામંત્રીનું કહેવું છે કે, ભારતીય રેલવેમાં કેટલાક પદોને ભરવા માટે ટુંક સમયમાં 2.2 લાખ લોકોની નિયુક્તિ કરવામાં આવશે.
ગત દિવસોમાં એનએસએસઓના લીક રિપોર્ટ બાદ કેન્દ્ર સરકાર પર રોજગાર પેદા કરવાને લઈ પ્રશ્ન ઉઠી રહ્યા છે, અને આ બધા વચ્ચે નાણામંત્રીએ રેલવેમાં લાખો નોકરીઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય નાણામંત્રી પીયુષ ગોયલે ટાઈમ્સ નાઉ પર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ભારતીય રેલવેમાં 2.2 લાખ કર્મીઓની ભરતી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ભારતીય રેલવેમાં પહેલાથી જ 1.5 લાખ કર્મીઓની નિયુક્તિની પ્રક્રિયા ચાલી રહી છે, જે અગામી 8-9 મહિનામાં પૂરી થઈ જશે.
એક પ્રશ્નના જવાબમાં રોજગાર પર પીયૂષ ગોયલે કહ્યું કે, 10 દિવસ પહેલા મે રેલવેમાં 2.20 લાખ નોકરીઓની એક જાહેરાત કરી છે. આમાં એવા પદ સામેલ છે, જે બે વર્ષમાં ખાલી થઈ જશે અને નિયુક્તિની પ્રક્રિયા ખુબ ઝડપી શરૂ થશે. ગોયલે કહ્યું કે, નિયુક્તિના અગામી ચરણમાં, સરકાર પહેલી વખત કાસ્ટના આર્થિક રૂપથી પછાત વર્ગ માટે 10 ટકા કોટા લાગુ કરશે, જેમને કોઈ અન્ય આરક્ષણ નથી મળતું.