કહેવાતા અધ્યાત્મ પુરુષ અને ગુરુ આસાસામ બાપુએ રેપ કેસમાં કરેલી જામીન અરજી વધુ એકવાર જોધપુર કોર્ટે ફગાવી દીધી હતી.
છેલ્લાં ચાર પાંચ વર્ષથી આસારામ બાપુ પર વિવિધ આક્ષેપો બદલ કોર્ટ કેસ ચાલી રહ્યા છે અને બે કરોડથી વધુ ભક્તો હોવાનો દાવો કરતા આસારામ બાપુ જેલમાં છે.
એમણે અગાઉ પણ એક કરતાં વધુ વખત જામીન અરજી કરી હતી. ક્યારેક મોટી ઉંમરને ધ્યાનમાં રાખીને દયા કરવાનું કહેતા હતા તો ક્યારેક પોતાની તબિયત સારી નથી એવી દલીલ કરીને જામીન માગતા હતા. પરંતુ એમની વિરુદ્ધ એવા જડબેસલાખ પુરાવા પોલીસે રજૂ કર્યા છે કે કોર્ટ એમની જામીન અરજી દરેક વખતે નકારી કાઢે છે.