લોકસભા-2019ની ચૂંટણીને લઈને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહયા છે. જેને લઈને તમામ તૈયારી પૂર્ણ કરી આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ અને પોરબંદર લોકસભાની બેઠકને લઈને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે.
જે માટેની તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ગ્રાઉન્ડમાં પોલીસનો મોટો કાફલો ઉતારવામાં આવ્યો છે. વિશાળ જનમેદનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભાને ગજવશે.
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. આ બધી બાબતો વચ્ચે પ્રધાનમંત્રી દ્વારા ગુજરાત પ્રવાસ વધતો જાય છે. આપને જણાવી દઇએ કે, વિકાસ કાર્યોના લોકાર્પણ અને સંસ્થાકીય કાર્યક્રમોમાં તેઓ આડકતરી રીતે ચૂંટણી પ્રચાર કરવાની તક ભૂલતા નથી. બીજી રીતે કહો કે સર્જિકલ સ્ટ્રાઈક -2ના પ્રચારની સાથો સાથ મતદારોને લોકસભા માટે તૈયાર કરી રહ્યા છે. પ્રચારના પ્રવાસમાં તેમનો ગુજરાત પ્રવાસ નુકસાન ભરપાઈ કરવાની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વનો મનાઈ રહ્યો છે.
ત્યારે આવતીકાલે દેશના વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસને લઇને ખાસ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, તો સ્થાનિક ભાજપના કાર્યકરો પણ વડાપ્રધાનના આગમનને લઇને ખુશ જોવા મળી રહ્યા છે.