મુંબઇ: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે આઝાદી ભીખમાં મળી હોવાનું નિવેદન આપતા દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિવાદ પછી પ્રથમ વખત કંગનાએ નિવેદન આપ્યું છે. જોકે, કંગનાએ પોતાના બચાવમાં જે તર્ક આપ્યુ છે, તે ચોકાવનારૂ છે.
ઉલ્લેખનિય છે કે પદ્મ શ્રી મળ્યાના એક દિવસ બાદ જ કંગનાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે- અસલી આઝાદી તો 2014માં મોદી સરકાર આવ્યા બાદ મળી છે. 1947માં મળેલી આઝાદી તો ભીખમાં મળી હતી. તે બાદ દેશભરમાં કંગનાનો વિરોધ થઇ રહ્યો છે.
હવે એક વખત ફરી કંગનાએ ભીખમાં મળેલી આઝાદીના નિવેદન પર પોતાનો બચાવ કર્યો છે. ફિલ્મ અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીજ પર એક પુસ્તકના કેટલાક અંશ શેર કર્યા છે. આ પુસ્તકનું નામ ‘જસ્ટ ટૂ સેટ ધ રેકોર્ડ્સ સ્ટ્રેટ’ છે.
કંગનાએ લખ્યુ છે કે 1857માં આઝાદીની લડાઇ લડવામાં આવી હતી. જેમાં સુભાષ ચંદ્ર બોસ, રાની લક્ષ્મીબાઇ અને વીર સાવરકરે ભાગ લીધો હતો પરંતુ 1947માં આઝાદી માટે ક્યુ યુદ્ધ લડવામાં આવ્યુ હતુ? મને તો તેના વિશે કોઇ જાણકારી નથી. જો કોઇ મને તેના વિશે જાણકારી આપશે તો હું માફી તો માંગીશ જ સાથે પદ્મ શ્રી પણ પરત કરીશ.’
દેશભરમાં કંગના રનૌતનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેતાઓ અને તમામ અન્ય લોકોએ કંગના રનૌતના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી ભાજપના નેતા પ્રવીણ શંકર કપૂરે કહ્યુું કે એક સ્વતંત્રતા સેનાનીનો પુત્ર હોવા અને આઝાદી માટે લડાઇ લડનારા પરિવારથી આવવાને કારણે કંગના રનૌતના નિવેદનને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનનું અપમાન માનુ છુ. હું ઇચ્છુ છુ કે ભારતીય ન્યાય વ્યવસ્થા આ અંગે પોતે સંજ્ઞાન લઈને પગલા ભરે. મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટિલે પણ કંગનાના નિવેદનને અયોગ્ય ગણાવ્યુ છે.