કર્ણાટકના ધારવાડમાં મંગળવારે રાતે નિર્માણધીન ઈમારત ધરાશાયી થવા મામલે મૃતકોનો આંકડો સાત થઇ ગયો છે. આ ઘટના બાદ NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. એનડીઆરએફની ટીમ દ્વારા 61 લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી ઘણા લોકોની હાલ ગંભીર છે. ઘટનાસ્થળ પર રાહત અને બચાવની કામગીરી હજી પણ કરવામાં આવી રહી છે.
બચાવ કામગીરીમાં સ્થાનિક પોલીસ સિવાય 10 એમ્બ્યુલન્સ અને પાંચ ફાયર બ્રિગેડની ગાડી સાથે ચૂંટણીને લઇને પહોંચેલા BSFના જવાનો પણ રેસ્કયુંમાં મદદ કરી રહ્યાં છે. તેની સાથે એસડીઆરએફની એક ટીમ અને એનડીઆરએફની બે ટીમ પણ રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે.