કરવા ચૌથની તૈયારીઓ ભારે જોરશોરથી થઈ રહી છે. તેની અસર શહેરની સાડી માર્કેટમાં પણ જોવા મળે છે. મહિલાઓ સાડીઓથી લઈ વ્રત માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવામાં વ્યસ્ત જોવા મળે છે.
આ વ્રતના દિવસે સ્ત્રીઓ નવી સાડી પહેરી નવવધૂ જેવો શણગાર કરે છે. આ દિવસે મહિલાઓ એકબીજાને શ્રૃંગારની વસ્તુઓ દાન પણ કરે છે. આ વર્ષે કરવા ચૌથ 17 ઓક્ટોબરના રોજ ઉજવાશે. કરવા ચૌથની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાડીની ખરીદી પણ ધૂમ થઈ રહી છે. તેવામાં જાણો કે કરવા ચૌથ પર કયા પ્રકારની સાડી ફેશન ટ્રેંડમાં છે.
સૂરતની પ્રિન્ટેડ સાડીની માગ
આ વર્ષે પ્રિંટેંડ સાડીની માંગ વધારે છે. આ સાડીઓ મધ્યમ વર્ગની મહિલાઓને કીમતની દ્રષ્ટિએ પણ સારી પડે તેમ હોવાથી તે ડિમાંડમાં છે. સામાન્ય અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે મોંઘી સાડી કરતાં પ્રિંટેંડ સાડી સારો વિકલ્પ હોય તેમ લાગી રહ્યું છે.
બ્રોકેટ સાડી
બેંગલુરની પ્રખ્યાત બ્રોકેટ સાડી અને સિલ્ક સાડી પણ આ વર્ષે ટ્રેંડમાં છે. આ સાડીની કીમત વધારે હોવાથી ઉચ્ચ વર્ગની મહિલાઓ માટે તે સારો વિકલ્પ છે.
સાડી બજાર ઉપરાંત અન્ય વસ્તુઓનું વેચાણ પણ કરવા ચૌથના વ્રત પહેલા વધ્યું છે. સાડીઓના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે જેનાથી વેપારીઓ પણ આનંદમાં છે. આ વર્ષે કરવા ચૌથ પર 300થી 900 રૂપિયામાં પ્રિંટેંડ, 500થી 1500 રૂપિયામાં સિંથેટિક અને 3000થી 6000 સુધીમાં બ્રોકેટ અને સિલ્કની સાડીઓ મળી રહી છે.