પાકિસ્તાની વાયુસેનાના વિમાનોએ ભારતીય સીમામાં કરેલી ઘૂસણખોરી બાદ વાયુસેનાએ સરહદ નજીકના પોતાના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર મુકી દીધા છે. બીજી તરફ હવે ભારતીય વાયુસેનાને પણ પાકિસ્તાનના વિમાનોને જોતાની સાથે જ તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં પણ સરકારમાં ગતિવિધિઓ તેજ બની ગઈ છે.નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલ ગૃહ મંત્રાલય પહોંચ્યા છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ કોમર્શિયલ ફ્લાઈટોની અવર જવર પર હાલ પુરતી રોક લગાવી દેવામાં આવી છે.શ્રીનગરર એરપોર્ટના રન વેને ખાલી રાખવા માટેનો આદેશ પણ આપી દેવાયો છે.