આખી દુનિયામાં અત્યાર સુધી 45 હજાર લોકો કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયા છે. આજે આપણે એ વાત જાણીશું કે વાઈરસની જો થોડી પણ અસર દેખાય તો શું કરવું જોઈએ? એક રિપોર્ટ પ્રમાણે, વુહાનની એક હોસ્પિટલમાં કોરોના વાઈરસથી પીડિત 138 લોકોની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાત કરીને આ વાઈરસ સાથે સંકળાયેલી કેટલીક રહસ્યમય વાતો જાણવા મળી. આ ઉપરાંત એ પણ ખ્યાલ આવ્યો કે આખી હોસ્પિટલમાં વાઈરસ કેવી રીતે ફેલાઈ ગયો? વુહાન યુનિવર્સિટીના ઝોગનાન હોસ્પિટલના ડોક્ટર ઝિયોંગ પેંગે કહ્યું હતું કે તેમની ટીમે અત્યાર સુધી 40 ટકા ચેપી લોકોની સારવાર તેમની હોસ્પિટલમાં કરી હતી. અહીંયા 40 હેલ્થ કેર પ્રોફેશનલ્સની મદદ લેવામાં આવી હતી.
શરૂઆતના લક્ષણ?
વ્યક્તિને તાવ આવે છે
બહુ જ થાક લાગે છે.
સૂકી ખાંસી આવે છે.
અનેક લોકોને ડાયરિયા પણ થાય છે
ગળાની તકલીફ થાય છે.
કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત દર્દીઓના જ્યારે સીએટી સ્કેનરમાં તપાસ કરવામાં આવી તો તેમના ફેફસામાં કેટલાંક સ્પોટ જોવા મળ્યા હતાં. મેડિકલની ભાષામાં આને ગ્રાઉન્ડ ગ્લાસ કહેવામાં આવે છે.
કોરોના વાઈરસનો ચેપ માત્ર 25 ટકા લોકોને આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. આ લોકો એક્યૂટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો શિકાર થયા હતાં. આ સ્થિતિમાં ફેફસામાં એક બાજુ ફ્લૂડ ભરી જાય છે અને ત્યાં ઓક્સિજન પહોંચી શકતો નથી. ઘણીવાર કોરોના વાઈરસથી કિડની ખરાબ થઈ જાય છે અને તેનાથી દર્દીનું નિધન પણ થઈ શકે છે. જે લોકો પહેલેથી જ નબળા, અશક્ત હોય તેમને કોરોના વાઈસનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.