2005માં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં જોગવાઈ થઇ હતી. તેમાં પહેલીવાર દીકરીઓને પૈતૃક સંપત્તિમાં અધિકાર આપવામાં આવ્યો હતો, પરંતુ આ અધિકાર તે લોકોને જ મળતો હતો, જેમાં પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર,2005 પછી થયું હોય. પરંતુ સુપ્રીમ કોર્ટે આ તારીખ અને વર્ષવાળી શરત સુપ્રીમ કોર્ટમાં પૂરી કરી દીધી છે. તો હવે મહિલાઓનો પૈતૃક સંપત્તિ પર શું અધિકાર છે , તે જાણવું ઘણું જરૂરી છે. હિન્દુ લૉમાં સંપત્તિને બે શ્રેણીમાં વેચવામાં આવી છે, પૈતૃક અને પોતાની. પૈતૃક સંપત્તિમાં ચાર પેઢી પહેલાં સુધી પુરુષો માટે એવી સંપત્તિ આવે છે, જેના ક્યારેય ભાગ ના થયા હોય. આવી સંપત્તિઓ પર સંતાનો, દીકરો હોય કે દીકરીનો જન્મસિદ્ધ અધિકાર હોય છે. 2005 પહેલાં આવી સંપત્તિઓ પર માત્ર દીકરાનો અધિકાર હતો. પરંતુ જોગવાઈ પછી પિતા આવી સંપત્તિઓની વહેંચણીમાં દીકરીઓને ભાગ આપવાની ના ન પાડી શકે.
કાનૂની રીતે દીકરીના જન્મની સાથે જ તેનો પૈતૃક સંપત્તિ પર અધિકાર હોય છે. જો વસિયત લખ્યા પહેલાં પિતાનું મૃત્યુ થઈ જાય તો કાનૂની ઉત્તરાધિકારીઓને તેમની સંપત્તિનો સમાન અધિકાર છે. હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં પુરુષ ઉત્તરાધિકારને ચાર શ્રેણીમાં વહેંચી છે અને પિતાની સંપત્તિ પર પહેલો હક ઉત્તરાધિકારીઓનો હોય છે. જેમાં દીકરીઓ પણ સામેલ છે. તેનો અર્થ એ છે કે દીકરીઓને પોતાના પિતાની સંપત્તિ પર પૂરો હક છે. 2005 પહેલાં હિન્દુ ઉત્તરાધિકાર કાયદામાં દીકરીઓને માત્ર હિન્દુ અવિભાજિત પરિવાર (HUF)ના મેમ્બર માનવામાં આવતા હતા. એટલે કે સમાન ઉત્તરાધિકારી નહોતી. દીકરાના લગ્ન પછી તેને પરિવારની ભાગ માનવામાં આવતો નહોતો. 2005માં જોગવાઈ પછી દીકરીને સમાન હકદાર માનવામાં આવી. હવે દીકરીઓના લગ્ન પછી પણ સંપત્તિ પરના અધિકારમાં કોઈ ફેરફાર નહિ આવતો. એટલે કે, લગ્ન પછી પણ દીકરીઓની તેના પિતાની સંપત્તિ પર અધિકાર હોય છે.