હોળી ભારતના મુખ્ય તહેવારો માંથી એક છે. રંગ, ગુલાલ, સ્નેહ અને ભક્તિના આ તહેવારને મનાવવાની પરંપરા દાયકાઓથી ચાલી આવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં ઘણા ગામડા એવા પણ છે, જ્યાં ઘણા વર્ષોથી હોળી મનાવવાનો રિવાજ નથી. આજે અમે તમને ભારતના કેટલાક એવા ગામડાઓ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં હોળી મનાવવામાં નથી આવતી. ઉત્તરાંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કુરંજા અને ક્વીલી નામના બે ગામ છે, જ્યાં લગભગ 150 વર્ષથી હોળીના તહેવારની ઉજવણી કરવામાં નથી આવતી. અહીંના સ્થાનિક રહેવાસીઓની માન્યતા છે કે વિસ્તારી મુખ્ય દેવી ત્રિપુર સુંદરીને અવાજ-ઘોંઘાટ પસંદ નથી. તેથી આ ગામમાં લોકો હોળીની ઉજવણી કરવાનું ટાળે છે.ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગ તે જગ્યાનું નામ છે, જ્યાં અલકનંદા અને મંદાકિની નંદીનો સંગમ થાય છે. ભક્તો અહીં કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જરૂરથી આવે છે. એવી માન્યતા છે કે, ભસ્માસુર નામના રાક્ષસની નજરની બચવા માટે ભગવાન શિવએ અહીં એક ચમત્કારિક ગુફામાં પોતાને સંતાડ્યા હતા. દુર્ગાપુર ગામમાં બોકારોના કસમાર બ્લોક હોળીની ઉજવણી નથી કરતો.
