તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પ્રસારિત એક તસવીરમાં કોરોના વેક્સિનના વિશે કરવામાં આવેલા દાવાનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ (PIB) એ ખંડન કર્યું છે. આ તસવીરમાં ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા જણાવ્યું કે, એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોઇ પણ વેક્સિન લેનારા લોકોની બચવાની કોઇ જ સંભાવના નથી.ભારત સરકારના પત્ર સૂચના કાર્યાલયે આ દાવાને નિરાધાર ગણાવ્યો છે. સરકારે જણાવ્યું કે, કોવિડ-19 વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. સરકારે લોકોને એવો આગ્રહ પણ કર્યો છે કે, આ પ્રકારની તસવીરો શેર કરતા બચો.ફ્રાન્સના નોબલ પુરસ્કાર વિજેતા લુક મોંટેગ્નિયર (Luc Montagnier) નો હવાલો આપતા ફેક ઇમેઇલમાં જણાવ્યું કે, કોરોના વેક્સિન લેનારા લોકોનું મોત નિશ્ચિત છે. જો કે સંપૂર્ણ રીતે ખોટું અને ભ્રામક છે.દેશભરમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 2 કરોડ 69 થી પણ વધારે થઇ ચૂકી છે. અત્યાર સુધીમાં 3 લાખ 6 હજારથી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યાં છે.અમેરિકા અને બ્રાઝીલ (America and Brazil) બાદ ભારત ત્રીજો એવો દેશ બની ગયો છે કે જ્યાં કોરોનાથી 3 લાખ લોકોના મોત થઇ ચૂક્યાં છે. અમેરિકામાં 6 લાખ 4 હજાર 82 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. જ્યારે બ્રાઝીલમાં 4 લાખ 49 હજાર 185 લોકોનાં મોત થઇ ચૂક્યાં છે.

FILE PHOTO: A woman holds a small bottle labelled with a "Coronavirus COVID-19 Vaccine" sticker and a medical syringe in this illustration taken October 30, 2020. REUTERS/Dado Ruvic/File Photo