1 જાન્યુઆરી સુધી જો તમારૂ બેન્ક એકાઉન્ટ આઇડીબીઆઇ બેન્કમાં છે તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે 1 જાન્યુઆરી 2020 સુધી તમે આ કામ ના કર્યુ તો તમારૂ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે. એવામાં તમે તમારા એકાઉન્ટમાંથી પૈસા પણ નહી કાઢી શકો અને ના તો પૈસા જમા કરી શકશો.
સરકારીથી પ્રાઇવેટ બનેલી આઇડીબીઆઇ બેન્કે ગ્રાહકોને પોતાનો કેવાઇસી (KYC) ડોક્યૂમેન્ટ્સ જમા કરવા કહ્યું છે. બેન્ક ગ્રાહકોને એસએમએસ દ્વારા તેની જાણકારી આપી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તમામ બેન્ક ખાતા માટે કેવાઇસી ફરજિયાત કરી દીધુ છે.
KYC ડોક્યૂમેન્ટ્સ જમા કરો
IDBI બેન્ક KYC ડોક્યૂમેન્ટ્સ જમા કરવા માટે તમારા ગ્રાહકોને એસએમએસ મોકલી રહ્યું છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે RBIના દિશા-નિર્દેશો અનુસાર એકાઉન્ટમાં કેવાઇસી દસ્તાવેજને અપડેટ કરવાનો છે. નવા કેવાઇસી દસ્તાવેજ સાથે પોતાના નજીકની આઇડીબીઆઇ બેન્ક બ્રાંચ અથવા હોમ બ્રાંચમાં જાઓ.
1 જાન્યુઆરી બાદ એકાઉન્ટ થઇ જશે બંધ
બેન્કે કહ્યું કે ગ્રાહક જલ્દી કેવાઇસી અપડેટ કરાવી લો. આવુ ના કરવા પર 1 જાન્યુઆરી, 2020 બાદ બેન્ક તમારૂ એકાઉન્ટ ફ્રીઝ કરી દેશે. તે બાદ તમે તમારા એકાઉન્ટમાંથી ના તો પૈસા કાઢી શકશો અને ના તો તેમાં પૈસા જમા કરાવી શકશો. બેન્કનું કહેવુ છે કે કોઇ પણ સ્પષ્ટીકરણ માટે આઇડીબીઆઇ બેન્ક બ્રાંચનો સંપર્ક કરો.
શું હોય છે KYC?
કેવાઇસી એટલે આસાન ભાષામાં સમજીએ તો આ કસ્ટમર વિશે પુરી જાણકારીની પ્રક્રિયા હોય છે. કેવાઇસી કરાવવુ બધા માટે જરૂરી છે. એક રીતે બેન્ક અને ગ્રાહક વચ્ચે કેવાઇસી સબંધને મજબૂત કરે છે. કેવાઇસી વગર રોકાણ થઇ શકતુ નથી. તેના વગર બેન્ક ખાતા પણ ખોલવા આસાન નથી. કેવાઇસી દ્વારા એમ સુનિશ્ચિત કરવામાં આવે છે કે કોઇ બેન્કિંગ સેવાઓનો દુરઉપયોગ તો નથી કરી રહ્યું. કેવાઇસી ફોર્મ ઓનલાઇન પણ ભરવામાં આવે છે પરંતુ ડોક્યૂમેન્ટ અને ફોટો વેરિફિકેશન માટે એક વખત બેન્ક જવુ જરૂરી હોય છે.