દેશમાં કુલ કોરોના વાઇરસના કુલ 47 કેસ થઇ ગયા છે. હવે કોરોના વાઇરસના 10 કેસોનો વધારો થયો છે. જેમાથી 6 કેરળના, જ્યારે 4 કર્ણાટકના કેસ સામેલ છે. કેરળના નવા નોંધાયેલા કેસો વિશેની માહિતી ત્યાના મુખ્યમંત્રીએ જાહેર કરી છે. જ્યારે કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યમા રહેલા વાઇરસના દર્દીઓ વિશે જણાવ્યુ.
જેની સાથે જ દેશમા કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 57 થઇ ગઇ છે. જો કે, આ નવા નોંધાયેલા કેસ વિશે કેન્દ્ર સરકારે કોઇ જાણકારી આપી નથી.
કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયનએ જણાવ્યુ કે, રાજ્યમા 7મા ધોરણ સુધીનુ શૈક્ષણિક કાર્ય તેમજ 31 માર્ચ સુધી તમામ પરીક્ષા નહીં લેવાય. એટલે કે કેરળમા 7મા ધોરણ સુધીનો અભ્યાસ કરતા બાળકોની સ્કુલ બંધ રહેશે. તેમજ ધોરણ 8, 9, અને 10 સુધીની પરિક્ષા પુર્વનિર્ધારીત રીતે લેવામા આવશે. કેરળ સરકારે ટયૂશન, કોલેજ, આંગળવાડી, મદરેસાને 31 માર્ચ સુધી બંધ રાખવાનુ એલાન કર્યુ છે.