કોરોનાના ખોફ વચ્ચે AIIMS દિલ્હીના નિર્દેશક રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં જે આંકડાંઓનું અધ્યયન કરવામાં આવ્યું તેનાથી પ્રતિત થાય છે કે પુરુષોને મહિલાઓ કરતા સંક્રમિત થવાનો વધારે ખતરો છે.
તેમણે વધુમાં કહ્યું કે, તમે આ વાઈરસને પોતાના પાલતુ જાનવરોથી નહી મેળવશો. સાથે જ તમારા પાલતું જાનવરોને થશે પણ નહી, તે મનુષ્યને સંક્રમિત કરે છે. હાલ આ વાઈરસ સામે લડવાની ક્ષમતા મનુષ્યોમાં વધારે જોવા મળી નથી. તેમણે કહ્યું કે, એક રસપ્રદ વાત તે પણ છે કે મહિલાઓની સરખામણીએ આ વાઈરસ પુરુષોને વધારે થયો છે. સાથે જ વુહાનમાં થયેલા એક અભ્યાસમાં તે પણ જાણવા મળ્યું છે કે, A બ્લડ ગૃપવાળાઓને આ વાઈરસ વધારે પ્રભાવિત કરે છે. એમ્સના પ્રમુખે કહ્યું કે, હજુ પણ તેનું કારણ અજ્ઞાત છે. મને ખબર નથી કે શું આ મહિલાઓની ઈમ્યૂનિટિ છે જે પુરુષોની તુલનામાં સારી છે.
તેમણે કહ્યું કે, ચીનથી જે આંકડાં આવ્યા છે તેનાથી ખબર પડી છે કે જે લોકોને ગંભીર બિમારી છે તેમાં મહિલાઓની તુલનામાં પુરુષો વધારે છે. તેમણે તે પણ ચેતવણી આપી કે આ રીતે તમામ તથ્યો વિશે નિશ્ચિત થવું અત્યારે ઉતાવળ હશે, કારણ કે સ્વાલસ્થ્ય સમુદાય હજુ પણ પ્રાસંગિક ડેટા એકત્ર કરવાની પ્રક્રિયામાં છે.
હર્ડ ઈમ્યુનિટી થિયરી વિશે વાત કરતા બ્રિટને કથિતરીતે આ બિમારી સામે લડવા માટે તેને સામેલ કરી છે. તેમણે જણાવ્યું કે, જો કે કેટલાંક દેશો હર્ડ ઈમ્યૂનિટી થિયરીને અપનાવી રહ્યાં છે. પરંતુ પરિણામ ઘણું કઠોર આવી શકે છે. હર્ડ ઈમ્યૂનિટીનો અર્થ છે કે, 60% વસ્તી જે સ્વસ્થ અને ઓછા જોખમ પર છે. દેશ તેને સંક્રમણ મેળવવા અને પોતાની સ્વયંની પ્રતિરક્ષાથી ઉભરવાની મંજુરી આપે છે.