નિર્ભયા ગેંગરેપના દોષિતો પૈકીના એક પવન ગુપ્તાની પિટિશનની સુનાવણી પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય બદલ્યો છે.
પહેલા કોર્ટે આ મામલા પર 24 જાન્યુઆરીએ સુનાવણી ટાળી દીધી હતી પણ સુનાવણી દરમિયાન નિર્ભયાની માતાએ આજે જ સુનાવણી કરવાની કોર્ટેન અપીલ કરી હતી.
એ પછી કોર્ટે આજે જ સુનાવણી કરવા માટે તૈયારી બતાવી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટ બુધવારે ચારમાંથી એક દોષિત અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશન ફગાવી ચુકી છે.