કોરોના વાયરસ સંકટમાં ભારત અન્ય દેશો માટે મદદની વ્હારે આવ્યું છે. ભારતે મેડિકલ ડિપ્લોમસી 108 દેશોને મોકલીને મેડિકલ ડિપ્લોમસીનો શુભારંભ કર્યો છે, છેલ્લા સપ્તાહમાં ભારતે 100થી વધુ દેશોને રોગચાળાથી લડવા માટે દવા મોકલી છે.
એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપતા જણાવ્યું કે ભારત 108 દેશોને 8.5 કરોડ હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ) ટેબલેટ અને 50 કરોડ પેરાસિટોમોલ ટેબલેટ મોકલી રહ્યા છે, તે ઉપરાંત પેરાસિટામોલ ટેબલેટ બનાવવા માટે 1 હજાર ટન મિશ્રણ પણ મોકલ્યું છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી ભારત 60 દેશોમાં 4 હજારથી વધુ કન્સાઇનમેન્ટ મોકલી ચુક્યું છે, મેડિકલ સપ્લાઇ કુલ 108 દેશોને મોકલી રહ્યું છે. બુધવારે મોરેસિયસ અને સેસલ્સનાં સ્પેશિયલ ઇંન્ડિયન એરફોર્સનાં વિમાનોથી દવા મોકલી છે, સ્પેશિયલ ચાર્ટરથી અફઘાનિસ્તાન પણ દવા મોકલવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
આ પુરવઠો ઇન્ડિયન એર ફોર્સનાં વિમાન, વિદેશી નાગરિકોને લઇ જતા ચાર્ટર પ્લેન, અને બીજા ડિપ્લોમેટિક કાર્ગો દ્વારા મોકલવામાં આવી રહ્યો છે, આ એક બહું મોટું અને ઘણું જટીલ અભિયાન છે. કેમ કે ભારત સહિત મોટાભાગનાં દેશોમાં વિમાન ઉડ્ડયન સેવા બંધ છે.