વડાપ્રધાન મોદીએ તેમની બચત અને વડાપ્રધાન તરીકે તેમને જે ગિફ્ટ્સ મળે છે તેની હરાજી કરીને મેળવેલી રકમ સંખ્યાબંધ સામાજિક કાર્યોમાં દાન કરી છે. ગંગાના સ્વચ્છતા અભિયાનથી લઈને કન્યા કેળવણી સુધીના વિવિધ પ્રોજેક્ટ્સમાં મોદીએ દાન આપ્યું હતું. કોરોના જેવી મહામારી વખતે કામ આવે તે માટે સૃથપાયેલા પીએમ કેર્સ ફંડમાં પણ મોદીએ શરૂઆતમાં 2.25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. કુંભમેળામાં સ્વચ્છતા અભિયાન ચલાવનારા સ્વચ્છતા કર્મચારીઓના લાભમાં મોદીએ 21 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.
2019માં વડાપ્રધાન મોદીને સાઉથ કોરિયાએ સીઓલ પીસ પ્રાઈઝ આપ્યું હતું. તેમાં 1.3 કરોડ રૂપિયાની ધનરાશી મળી હતી. એ રકમ મોદીએ ગંગાની સ્વચ્છતા માટે ચાલતા પ્રોજેક્ટમાં આપી દીધી હતી.
થોડા સમય પહેલાં જ વડાપ્રધાનને ભેટ સ્વરૂપે મળતી ચીજવસ્તુઓની હરાજી થઈ હતી. એમાંથી 3.40 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. નમામિ ગંગે અંતર્ગત મોદીએ 3.40 કરોડ રૂપિયા જેવી રકમ ડોનેટ કરી હતી. મોદીને મળેલી ગિફ્ટ્સની સૂરતમાં હરાજી થઈ હતી. એમાં 8.35 કરોડ રૂપિયા મળ્યા હતા. એ બધી જ રકમ પણ વડાપ્રધાને દાન કરી દીધી હતી.