દિવાળી આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા અંગે વિવાદ શરૂ થયો હતો. જેના અંતે સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં માત્ર બે પ્રકારના ફટાકડા ફોડવાની જ મંજુરી આપી છે.
આ વર્ષની દિવાળી શાંત હશે, કેમકે સુપ્રીમ કોર્ટે માત્ર ગ્રીન અનાર અને ગ્રીન ફુલઝરીને જ મંજુરી આપી છે. કારણ કે આ બંને ફટાકડા અવાજ નહીં કરે.
આ સિવાયના મોટો અવાજ કરતા રોકેટથી લઇને બોમ્બ સુધી બીજા બધા જ ફટાકડા પર કોર્ટે પ્રતિબંધ મુક્યો છે. પોલીસે આ અંગે જણાવ્યું છે કે અનાર અને ફુલઝરી ખરીદતી વખતે તેમના પર લાગેલો સ્ટેમ્પ ચેક કરવો.
સ્ટેમ્પમાં ક્યુઆર કોડ અને સરકારી સિક્કો પણ હશે. ફુલઝરી અને અનાર બે કલરમાં મળશે, 50 ફુલઝરી અથવા પાંચ અનારના બોક્સની કિંમત 250 રૂપિયા હશે.
દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું છે કે આ દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડાને જ મંજુરી આપવામાં આવી છે. પોલીસની ટિમ વેપારીઓને ત્યાં તપાસ માટે પણ જશે. જો કોઇ બીજા પ્રકારના ફટાકડા વેચતા હશે તો તેમની સામે કાનૂની કાર્યવાહિ પણ કરવામાં આવશે.
સરકાર દાવો કરી રહી છે કે જે ગ્રીન ફટાકડા છે તે 30 ટકા ઓછુ વાયુ પ્રદુષણ ફેલાશે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને હવાની બગડતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.