20 નવેમ્બરે દુનિયા ભરમાં “બ્લડ ટોયલેટ ડે” માનવામાં આવ્યું. આ ક્ષણે અમે તમને એક એવા ડિવાઇસ વિષે જણાવવા જઈ રહ્યા છે, જેમાં મહિલાઓ માટે પબ્લિક વોશરૂમ ઉપયોગ કરવાનું સરળ થઇ જશે. આ “stand and pee” ડિવાઇસ છે, જેને આઈઆઈટી દિલ્હીના વિધાર્થીએ તૈયાર કર્યું છે અને સોમવારે જ લોન્ચ કર્યું છે.
Sanfe એટલે Sanitation for female નામનું આ એક એવો ડિવાઇસ છે જેમાં મહિલાઓ ગંદા પડેલ પબ્લિક વોશરૂમમાં ઉભા રહીને ટોયલેટ કરી શકશે. એક વખત ઉપયોગ કરવા વાળા આ ડિવાઇસની કિંમત 10 રૂપિયા છે આને હેશટેગ StandUpForYourself કૈપેન સાથે લોન્ચ કર્યું છે, જેના અંદર દેશભરમાં મહિલાઓને એક લાખથી વધારે સૈમ્પલ મફતમાં વહેંચવામાં આવશે.
યુરીનરી ટ્રેકટ ઇન્ફેક્શન જેવી મહિલાઓને થવા આળી ઘણી બીમારીઓ ગંદા પબ્લિક બાથરૂમનો ઉપયોગ કરવાથી થાય છે. આ બાથરૂમ ઉપયોગ કરવા વાળી દરેક બે માંથી એક મહિલાને આ ઇન્ફેક્શન થયો છે. આ વાતને ધ્યાનમાં રાખતા વિધાર્થીઓએ આ નિર્ણય લીધો છે. જેનાથી તે ટોયલેટ સીટથી યોગ્ય દુરી બનાવી ટોયલેટ કરી શકે.
આ ડિવાઇસ મહિલાઓને વધારે સમય સુધી ટોયલેટ રોકી રાખવાથી પણ મુક્ત કરશે. મહિલાઓને સાફ બાથરૂમ શોધવા માટે ક્યાંય ભટકવું પડશે નહિ. ખાસ કરીને ગર્ભવતી, દિવ્યાંગ અને અર્થરાઈટીસના દર્દી મહિલાઓને આનાથી ખુબ આરામ મળશે.