લખીમપુર ખીરી (Lakhimpur Kheri)માં ખેડૂતો પર ગાડી ચડાવવા અને તે પછી થયેલી હિંસાની તપાસની મોનિટરિંગ માટે રાજ્યના બહારના પૂર્વ હાઈકોર્ટ જજની નિયુક્તને લઈને યૂપી સરકાર સહમતિ થઈ ગઈ છે. કેટલાક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે કેસની તપાસને લઈને યૂપી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે તપાસની મોનિટરિંગ માટે હાઈકોર્ટના કેટલાક પૂર્વ જજોના નામ સૂચવ્યા હતા.
સુનાવણી 17 નવેમ્બર સુધી સ્થગિત
આ કેસની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ હિમા કોહલીની પીઠ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 17 નવેમ્બર સુધી મૂલતવી રાખી છે. કોર્ટે કહ્યું છે કે, તેને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના પૂર્વ જજ રાકેશ કુમાર જૈન સહિત અન્ય નામો પર વિચાર કરવા માટે એક દિવસનો સમય આપ્યો છે.
રિપોર્ટ્સ અનુસાર કોર્ટે યૂપી સરકારને તપાસ માટે બનાવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)માં કેટલાક અન્ય સીનિયર પોલીસ અધિકારીઓને સામેલ કરવાનું કહ્યું છે.
કોર્ટે યૂપી સરકારને લગાવી ફટકાર
પાછલી વખતે 8 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરી હતી, તે સમયે તપાસના સ્ટેટ્સ રિપોર્ટને લઈને કોર્ટે યૂપી સરકારને ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું હતુ કે, 10 દિવસનો સમય આપ્યા પછી સ્ટેટ્સ રિપોર્ટમાં માત્ર તે લખવામાં આવ્યું કે, સાક્ષીઓને પૂછપરછ કરવામાં આવી રહી છે.
કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી કે કેસમાં 13 લોકોની અત્યાર સુધી ધરરપકડ કરવામાં આવી છે પરંતુ મોબાઈલ માત્ર એક આરોપી આશિષ મિશ્રાનો જપ્ત કર્યો છે.