કોઈ પણ કપલની જીંદગીમાં સૌથી ખરાબ સમય ત્યારે આવે છે જ્યારે તેઓ છૂટાછેડા લેતા હોય છે. આવી સ્થિતીમાં સૌથી ખરાબ અસર તેમના સંતાનો પર પડે છે. આવી સ્થિતીમાં બાળકોની કસ્ટડી પર સવાલ ઉભા થાય છે. બાળકોને માનસિક રીતે આધાત પહોંચે છે.તો વળી બાળકોની કસ્ટડીને લઈને મોટા ભાગે માતા-પિતા ઝઘડતા હોય છે. જ્યારે બંને વચ્ચે સહમતી સઘાઈ છે, ત્યારે આ મામલો ફેમિલી કોર્ટમાં જાય છે. ફેમિલી કોર્ટ બંને પક્ષની વાત સાંભળીને કસ્ટડીથી જોડાયેલો નિર્ણય કરે છે. માતા-પિતામાંથી કોઈ પણ એકને બાળકની કસ્ટડી અને ભવિષ્યમાં તેની જીંદગી સાથે જોડાયેલા નિર્ણય લેવાનો હક આપે છે.જ્યારે વાત હિન્દુ બાળકોના કસ્ટડીની આવે છે, ત્યારે ગાર્ડિયનશિપનો મામલો હિન્દુ માઈનોરિટી એન્ડ ગાર્ડિયનશિપ એક્ટ 1956 અંતર્ગત કવર થાય છે. આ કાયદો ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ 1890 માફક છે. આ કાયદા અનુસાર કોઈ પણ બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી હોય તો, તેની કસ્ટડી માતાને સોંપવામાં આવે છે, પણ જો બાળક 9 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમરનું છે, તો બાળક કોર્ટમાં પોતાની વાત રજૂ કરી શકે છે કે તે કોની પાસે રહેવા માગે છે. તો વળી મોટા બાળકોની કસ્ટડી પિતાને આપવામાં આવે છે. જો દિકરી છે, તો તેની કસ્ટડી માતાને મળે છે.આપણા દેશમાં બાળકોની કસ્ટડી કેટલીય પ્રકારની છે. પણ મુખ્ય રીતે બે પ્રકાર છે. તેમાં ફિજીકલ કસ્ટડી અંતર્ગત માતા-પિતામાંથી કોઈ એકને બાળકની પ્રાઈમરી ગાર્ડિયન બનાવાવમાં આવે છે. તો વળી બીજા પેરેન્ટને ફક્ત વિજિટેશનની પરમિશન મળે છે. જેને લઈને પેરેન્ટ પોતાના બાળકોની સાથે અમુક સમય વિતાવી શકે છે. પણ બાળકને પોતાની પાસે રાખી સકતા નથી. ફિજીકલ કસ્ટડી બાદ જોઈન્ટ કસ્ટડી પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. તેમાં બાળક એક નિશ્ચિત સમય માટે માતા અને પિતા બંને પાસે રહે છે.

Parental divorce is a strong psychological impact on the child.