રેલ્વે તંત્રએ ફરી એક પહેલ કરી છે. તાત્કાલિક મદદ મળી રહે માટે રેલવે પોલીસ દ્વારા 10 લાખના ખર્ચે એપ્લિકેશન બનાવમાં આવી છે. અત્યાર સુધી જે રેલવે પોલીસ પ્લેટફોર્મ પર ફરજ બજાવતી અને પેટ્રોલિંગ કરતી જોવા મળતી હતી. તે પોલીસ હવે એપ્લિકેશનના એક બટનથી મુસાફરોને મદદ પુરી પાડવા પહોંચશે. આ એપ્લિકેશન મુસાફરો તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરીને 24 કલાક રેલવે પોલીસની મદદ આંગળીના એક ટેરવે પેનિક બટન દબાવીને મેળવી શકશે.
આ એપ્લિકેશન તૈયાર કરતા 6 મહિના લાગ્યા છે તેમજ કોઈ ખામી ન રહે માટે 2 મહિના સતત ટેસ્ટિંગ કર્યા બાદ એપ્લિકેશનને શરૂ કરાઇ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે એપ્લિકેશન લોચિંગ કર્યું હતું. આ એપ ટ્રેનમાં લૂંટ, ધાડ, છેતરપિંડી અને અકસ્માતની ઘટના માં મુસાફરોને મદદરૂપ રહેશે. કારણ કે ઘટના બન્યા બાદ મુસાફરોને ક્યાં ફરિયાદ કરવી તેનાથી પરેશાન રહેતા હતા. જેનો ઉકેલ આ એપ્લિકેશનથી આવશે તેમ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.