અમદાવાદમાં ખાનગી ડોક્ટર્સને રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનનો જરૂરિયાત મુજબ જથ્થો ન મળતા નારાજગી બાદ ડોક્ટર વિરેન શાહે રાજીનામુ આપ્યું હતુ. જો કે, આહનાના પ્રમુખ ડોક્ટર ભરત ગઢવીએ કહ્યું કે ડોક્ટર વિરેન શાહનું રાજીનામું સ્વિકાર્યું નથી, ડોક્ટર્સની જે પણ સમસ્યા છે અમે સાથે મળીને લડીશું. હોસ્ટિલમાં બેડ ખૂટી રહ્યા છે અને લોકો ઘરે સારવાર લઈ રહ્યાં છે, પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શન હોમકેર દર્દીઓને નથી આપવામા આવી રહ્યાં, જે ચિંતાજનક બાબત છે. ડોક્ટર ગઢવીએ કહ્યું કે, સરકાર નક્કી ન કરે કે કોને ઈન્જેક્શન આપવું અને કોને ન આપવું, દર્દીને રેમડેસિવિર આપવું કે નહીં તે નિર્ણય ડોક્ટર્સને લેવા દો. ઘણા અધિકારીઓ એવું કહેતા ફરે છે કે અમે કોરોનામાં ડોક્ટર્સ જેટલું જ જાણીએ છીએ.
