જો તમે ફરવા જવાનો શોખીન છો તો તમારા માટે આવતું વર્ષ ખૂબજ મજા લઈને આવી રહ્યુ છે. વર્ષ 2020 તમારા માટે લાંબી રજાઓની ભેટ લઈને આવી રહ્યુ છે. મજાની વાત તો એ છેકે, સૌથી વધારે રજાઓ વિકેન્ડમાં આવી રહી છે. જો તમે પણ નોકરી કરો છો તો બસ હવે તમારી બેગ તૈયાર કરી લો. ચાલો જાણીએ વર્ષ 2020ની રજાઓનું આખા લીસ્ટ વિશે..
21થી 23 ફેબ્રુઆરી (3 દિવસ)
વર્ષ 2020માં 21 ફેબ્રુઆરી(શુક્રવાર)એ મહા શિવરાત્રિનો પર્વ છે. સૌથી વધારે રાજ્યોમાં આ દિવસે રજા હોય છે. અને તેના પછીનાં દિવસોમાં શનિવાર અને રવિવાર છે તો તમને 3 દિવસની રજા મળી શકે છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
તમે તાજ મહોત્સવ સમારોહ (આગરા), ગોવા કાર્નિવલ ફેસ્ટિવલ (ગોવા), ખજુરાહો નૃત્ય મહોત્સવ(ખજુરાહો) અને ઈન્ડિયન હિપ હોપ ફેસ્ટિવલ (દિલ્હી) ફરવા જઈ શકો છો.
7 માર્ચથી 10 માર્ચ (4 દિવસ)
10 માર્ચ (મંગળવાર)એ હોળીના તહેવારની રજા ઘણા શહેરોમાં હોય છે. જો તમે 9 માર્ચ (સોમવાર)એ એક દિવસની રજા લેશો તો તમારો વીકેન્ડ મળીને ચાર દિવસ ફરવા માટે મળી શકે છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
હાથી મહોત્સવ (જયપુર), હોળી મહોત્સવ (મથુરા-વૃદાંવન-બનારસ) ફરવા જઈ શકો છો.
2 એપ્રિલથી 6 એપ્રિલ (5 દિવસ)
2 એપ્રિલ (ગુરૂવાર)એ રામનવમી છે, 6 એપ્રિલ(સોમવારે) મહાવીર જયંતી છે. જો તમે 3 એપ્રિલે શુક્રવારે એક દિવસની રજા લઈ શકો તો તમે 5 દિવસની એક પરફેક્ટ લોંગ ટ્રિપનો પ્લાન બનાવી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
ટ્યૂલિપ ફેસ્ટિવલ (શ્રીનગર), મોપિન મહોત્સવ (અરૂણાચલ પ્રદેશ), મેવાડ મહોત્સવ (ઉદયપુર) ફરવા જઈ શકો છો.

10 એપ્રિલથી 12 એપ્રિલ (3 દિવસ)
10 એપ્રિલ (શુક્રવાર)એ ગુડ ફ્રાઈડે છે અને તે ભારતમાં એક રાષ્ટ્રીય રજા છે. આ ટ્રિપની યોજના બનાવવા માટે તમને 10 થી 12એપ્રિલ સુધીનો 3 દિવસનો વિકેન્ડ મળી શકે છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
અટ્ટુવેલા મહોત્સવ (કેરળ), બિહૂ મહોત્સવ (અસમ), બૈસાખી મેલા (પંજાબ) ફરવા જઈ શકો છો.
1થી 3 મે (3 દિવસ)
મજૂર દિવસનાં અવસર પર ભારતનાં ઘણા રાજ્યોમાં 1 મે(શુક્રવાર) રજા હોય છે. તો તમને 1 થી 3 મે સુધી 3 દિવસ ફરવા માટે તક મળી રહી છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
મદુરાઈ મિનાક્ષી કલ્યાણમ (મદુરાઈ), મોત્સુ મહોત્સવ (નાગાલેન્ડ), ત્રિશૂર પૂરમ(કેરળ) ફરવા જઈ શકો છો.
7થી 10 મે (4 દિવસ)
7 મે(ગુરૂવાર) બુદ્ધ પૂર્ણિમા છે અને આ દિવસે દેશનાં અડધા હિસ્સામાં રજા હોય છે. 8 મે(શુક્રવાર)એ રજા લઈને તમને 4 દિવસનો લાંબો વિકએન્ડ મળી શકે છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
ઉટી સમર ફેસ્ટિવલ, (ઉટી), આંતરરાષ્ટ્રીય ફૂલ મહોત્સવ (સિક્કિમ) ફરવા જઈ શકો છો.

23થી 25 મે (3 દિવસ)
ઈદ રાષ્ટ્રીય રજા છે. જે 25 મે (સોમવાર)ના રોજ આવે છે. તેની આગળનાં બે દિવસની રજા મળીને તમને 3 દિવસની રજા મળી શકે છે.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
માઉન્ટ આબુ સમર ફેસ્ટિવલ(રાજસ્થાન) ફરવા જઈ શકો છો.
20થી 23 જૂન (4 દિવસ)
23 જૂન (મંગળવાર) રથયાત્રાનો તહેવાર છે. અને ભારતનાં કેટલાંક ભાગોમાં રજા છે. 22 જૂન (સોમવાર)નાં રોજ 1દિવસની રજા લઈને તમે 4 દિવસની રજા માણી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
રથયાત્રા મહોત્સવ (ઓડિશા), સાગા દાવ ઉત્સવ (સિક્કિમ) ફરવા જઈ શકો છો.
1થી 3 ઓગષ્ટ (3 દિવસ)
રક્ષાબંધન 3 ઓગષ્ટ (સોમવાર)ના રોજ છે અને આ દિવસે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં રજા છે. તો તમે શનિવાર અને રવિવાર અને સોમવાર ત્રણ દિવસની રજા એન્જોય કરી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
બુલ સર્ફિંગ (કેરળ), જન્માષ્ટમીની ઉજવણી (મથુરા,વૃંદાવન, બનારસ) ફરવા જઈ શકો છો.

29થી 31 ઓગષ્ટ (3 દિવસ)
ઓણમ દક્ષિણ ભારતનો લોકપ્રિય તહેવાર છે. જે 31 ઓગષ્ટ(સોમવાર)ના રોજ આવે છે. તો તમે પહેલાનાં બે દિવસની રજા મળીને 3 દિવસની રજા લઈ શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
નબેરુ ટ્રોફી બોટ રેસ(એલેપ્પી), ગણેશ ચતુર્થી ઉજવણી (મુંબઈ) ફરવા જઈ શકો છો.
2થી 4 ઓક્ટોબર (3 દિવસ)
2 ઓક્ટોબર (શુક્રવાર)એ ગાંધીજયંતીની જાહેર રજા છે. પછીનાં બે દિવસ સપ્તાહનાં અંત છે. આ રીતે તમે 3 દિવસની લાંબી રજાની યોજના બનાવી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
મારવાડ ફેસ્ટિવલ(જોધપુર), દુર્ગાપૂજા મહોત્સવ (કોલકાતા) ફરવા જઈ શકો છો.
29 ઓક્ટોબરથી 1 નવેમ્બર (4 દિવસ)
29 નવેમ્બર(ગુરૂવાર)એ ઈદ-એ-મિલાદની રજા છે. 30 નવેમ્બર(શુક્રવાર) રજા લઈને 4 દિવસનું લાંબી રજાઓ માણી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
મૈસુર દશેરા (મૈસુર), રણ ઉત્સવ (ગુજરાત) ફરવા જઈ શકો છો.

28 થી 30 નવેમ્બર (3 દિવસ)
30 નવેમ્બર(સોમવાર) ગુરૂનાનક ગુરૂપરબ છે. આ દિવસે ભારતનાં ઘણા રાજ્યોમાં રજા રહે છે. તો તમે પહેલાંનાં બે દિવસની રજા સાથે 3 દિવસની રજા માણી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
પુષ્કર મેળો (પુષ્કર), સંગાઉ ફેસ્ટિવલ (મણિપુર) ફરવા જઈ શકો છો.
25 થી 27 ડિસેમ્બર (3 દિવસ)
25 ડિસેમ્બર(શુક્રવાર)ના રોજ નાતાલ છે. અને પછી સપ્તાહનાં અંતનાં બે દિવસની રજા. તો તમે ત્રણ દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો.
આ જગ્યાઓ ઉપર ફરવા જઈ શકો છો
હોર્નબિલ ફેસ્ટિવલ (નાગાલેન્ડ) રાજગીર ડાન્સ ફેસ્ટિવલ (બિહાર) ફરવા જઈ શકો છો.