નાણામંત્રી નિર્મલા સીતારમને નજીકમાં આવી રહેલા તહેવારો ધ્યાનમાં રાખીને મહત્વની જાહેરાત કરી છે. ગુરુવારે જાહેરક્ષેત્રની બેન્કો સાથે બેઠક કર્યા પછી તહેવારો દરમિયાન મંદીની અસરને ઓછી કરવા માટે સરકાર દેશના 400 જીલ્લાઓમાં લોન કેમ્પો આયોજન કરવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રીની જાહેરાત મુજબ દેશભરના 200 જીલ્લાઓમાં 24-29 સપ્ટેમ્બર સુધી સરકાર લોન કેમ્પ લગાવશે, જ્યાં હોમ લોન, કાર લોન, ખેતી માટે લોન, નાના વેપારીઓસહિત તમામ લોન આપવામાં આવશે. જ્યારે બાકીના 200 જીલ્લાઓમાં 10થી 15 ઓક્ટોબર સુધી આજ પ્રકારની લોન મેળાનું આયોજન કરવામાં આવશે.
બેઠક દરમિયાન સરકારે બેન્કોને જણાવ્યું હતું કે 31 માર્ચ 2020 સુધી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ફસાયેલી લોનને NPA જાહેર ન કરે.