ગુજરાતમાં કોરોના પોઝીટીવનો આંકડો 432 સુધી પહોચી ચુક્યો છે તે છતા લોકોમાં લોકડાઉનને લઈને જોઈએ તેવી ગંભીરતીા જોવા મળતી નથી. લોકો હજુ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને ઘરે રહેવાને બદલે બહાર ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસને દરમ્યાનગીરી કરીને પરાણે લોકડાઉનનો અમલ કરાવાની ફરજ પડી છે.
પોલીસ જવાનોને પણ વાયરસના ચેપનો એટલો જ ડર લાગતો હોય છે જેટલો ડર આમ જનતાને હોય છે તેમ છતાં પોતાના પરિવારની ફિકર કર્યા વગર તેઓ દેશ માટે અને દેશની પ્રજા માટે 24 કલાક ડ્યુટી કરતા હોય છે.
લોકડાઉનના ભંગ બદલ માત્ર પોલીસ ગુન્હા દાખલ કરી શકે છે. ગુના દાખલ થવાથી બહાર રખડતા લોકો પર લગામ લાગશે તેવું રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિચારે છે. પરંતુ તેમનું આવું વિચારવું માત્ર ભૂલ ભરેલું છે. ગુના દાખલ કરવાથી પોલીસની જ કામગીરીનું ભારણ વધી ગયું છે. પોલીસની કામગીરી બમણી થઇ ગઈ છે. એક એક તપાસ અધિકારી પાસે ૫૦-૫૦ થી વધુ કેશની તપાસ સંભાળી રહ્યા છે. ઉપરાંત રેગ્યુલર કેસ તો ખરા જ…
હવે બીજા તબક્કાના લોકડાઉનની પણ તૈયારીઓ થઇ ગઈ છે. તો જરૂરી છે કે લોકડાઉનનું પાલન કડકાઈ પૂર્વક થવું જોઈએ… પોલીસ પાસે પાવર (દંડાવાળી ) છે તેનો પૂરતા પાવરનો છૂટ થી ઉપયોગ કરવાની પરવાનગી મળે તો શક્ય છે કે કોઈ જ ઘરે થી બહાર નહિ જ નીકળે… બાકી માત્ર ગુના દાખલ કરવાથી કંઈ જ નહીં થાય