લોકડાઉન, જે 14 એપ્રિલે ખત્મ થઇ રહ્યું હતું , તેને હવે 3 મે સુધી વધારી દેવામાં આવી છે. પહેલાથી એવું જ લાગી રહ્યું કે, લોકડાઉન વધશે, પરંતુ આશા હતી કે પીએમ હેરાન લોકો માટે કંઇક રાહતોની જાહેરાત કરશે. પરંતુ એવું કંઇ જ થયું નહીં.
પીએમે પોતાના સંબોધનમાં તે સ્પષ્ટ કર્યું છે કે, જ્યાર સુધી હોટસ્પોટમાં કેસ આવશે, ત્યાર સુધી કડકાઇ ઓછી કરવામાં આવશે નહીં. જ્યાં કોઈ કેસ નથી, ત્યાં થોડી રાહત આપવામાં આવી શકે છે. તે પણ શરતોના આધિન.
હજું વધારે કડક નિયમો લાગૂં થઇ શકે છે, કેમ પ્રતિદિવસ કેસ મોટી સંખ્યામાં વધી રહ્યાં છે. જ્યાં પહેલા કેસ 800 પ્રતિદિવસની સ્પીડથી વધી રહ્યાં હતા, તે હવે 1200-1300 પહોંચી ગયા છે. તેથી લોકડાઉનને 3 મે સુધી વધારી દેવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ થઇ ગયું છે કે, તેને વધારે સમય જોઇએ છે.
તે વાત પણ ધ્યાન આપવાની છે કે, ભારત અત્યાર સુધી માત્ર સવા બે લાખ ટેસ્ટિંગ કરૂ શક્યું છે, જેમાંથી એક લાખ 10 હજારથી વધારે ટેસ્ટિંગ માત્ર ચાર રાજ્યોમાં થયા છે- મહારાષ્ટ્ર, દિલ્હી, કેરલ અને રાજસ્થાનમાં.