20 એપ્રિલથી તમામ વિસ્તારોમાં છૂટ છે અને જે વસ્તુઓ લોકડાઉનમાં બંધ હતી, તે હવે ખુલી જશે. હજુ પણ લોકડાઉનના કારણે એક હદ સુધી બધુ જ બંધ રહેશે. જે સર્વિસ હજુ પણ લોકડાઉન દરમિયાન સંપૂર્ણ રીતે બંધ રહેશે, તેના પર એક નજર કરીએ…
• પેસેન્જર ટ્રેન સર્વિસ
• વિમાન સેવા
• રસ્તા પર સામાન્ય વાહનોની અવર-જવર
• સ્કૂલ-કોલેજ-કોચિંગ સેન્ટર
• ઔદ્યોગિક ગતિવિધી (જેને છૂટ નથી આપવામાં આવી)
• હોટલ સર્વિસ (જેને છૂટ નથી આપવામાં આવી)
• સિનેમા હોલ
• મૉલ, શૉપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટમાં બેસીને જમવુ
• રાજકીય-સામાજિક-ખેલ સાથે સંબંધિત કોઇ પણ કાર્યક્રમ પર રોક
• ધાર્મિક કાર્યક્રમ પર રોક, ધાર્મિક સ્થળ બંધ
લોકડાઉનના કારણે આર્થિક ગતિવિધિઓ સંપૂર્ણ રીતે થંભી ગઇ હતી. આ વચ્ચે બૈસાખી બાદ પાકની લલણીની પ્રક્રિયા શરૂ થઇ તો સરકાર તરફથી ખેડૂતોને ધ્યાનમાં લેતા ઘણીં રાહત આપવાનું એલાન કરવામાં આવ્યું, સાથે જ કેટલાક અન્ય ક્ષેત્રોમાં છૂટ આપવામાં આવી.
સોમવારથી ખેડૂત-મજૂરોને ખેતી માટે છૂટ આપવામાં આવી છે, ખેતી સાથે સંબંધિત દુકાનો ખુલી શકશે, સરકારી કચેરીઓમાં 33 ટકા સ્ટાફ સાથે કામકાજ થશે, મજૂર ફક્ચ એક જ રાજ્યમાં રહીને અન્ય જિલ્લામાં કામ માટે જઇ શકશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જે છૂટ આપવાની વાત કરવામાં આવી છે, તે રાજ્ય સરકારો અને સ્થાનિક પ્રશાસન જિલ્લા-ક્ષેત્રની સ્થિતિના આધારે જ લાગુ કરી શકાશે. આ ઉપરાંત આ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટેંસિંગ સહિત અન્ય નિયમોનું પાલન કરવુ ફરજિયાત છે.