લૉકડાઉન દરમિયાન ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. રાષ્ટ્રીય મહિલા આયોગના વડાં રેખા શર્માએ ગુરુવારે કહ્યું કે 24 માર્ચથી 1 એપ્રિલ સુધીમાં 297 ફરિયાદ મળી છે. તેમાંથી માત્ર ઘરેલુ હિંસાની 69 ફરિયાદ છે. તેમણે કહ્યું કે તેમને અને તેમના સ્ટાફને વ્યક્તિગત મેલ પર પણ આવી ફરિયાદ મળી રહી છે. મહિલાઓ પોલીસનો સંપર્ક કરી શકતી નથી. તેમને ડર છે કે પતિ ઘરમાં હોવાથી તેઓ પોલીસ સ્ટેશન જશે તો જુલમ સહન કરવો પડશે.
આંકડા જોઈએ તો સૌથી વધુ 90 ફરિયાદ ઉત્તરપ્રદેશમાંથી મળી છે. દિલ્હીમાંથી 37 ફરિયાદ મળી છે. NCWના જણાવ્યા મુજબ 2થી 8 માર્ચ દરમિયાન ઘરેલુ હિંસાની 30 ફરિયાદ મળી હતી. તો 23થી 30 માર્ચ દરમિયાન 58 ફરિયાદ મળી હતી.