દેશભરમાં લોકડાઉનની જાહેરાત પછી રોજનું રોજ કમાઇને ખાનારાઓ મજૂરોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના ચાંદની ચોકમાં બેઘર મજૂરો વચ્ચે ત્રાહિમામ મચી ગયો છે. આ લોકોને ના કોઈ કામ મળી રહ્યું છે ના બે ટાઈમનું રાશન.
ત્યાં રહેનાર એક મજૂરે કહ્યું- “આ હાથથી રોટી બનાવીને આપનાર વ્યક્તિએ પાછલા કેટલાક દિવસોથી રોટીની શક્લ પણ જોઈ નથી. આવી જ સ્થિતિ ઘણા બધા મજૂરોની પણ છે. અનેક લોકો રોજ મજૂરી કરીને પૈસા લાવતા હતા અને મજૂરીના પૈસાથી જ તેમનું જીવન ચાલતું હતું.” પરંતુ કામ ના હોવાના કારણે મજૂરી મળી રહી નથી. કેટલાક લોકોએ ચાર-પાંચ દિવસોથી ખાવાનું ખાધુ નથી.
બોર્ડર સીલ હોવાના કારણે આવવા-જવાની વ્યવસ્થા નથી. મજૂરી કરી શકતા નથી, તેથી તેમના પાસે પૈસા નથી, આવી સ્થિતિમાં લોકોને સમજ આવી રહ્યું નથી કે, તેઓ શું કરે.