પીએમ મોદીએ 3 જી મે સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે ત્યારે લોકોના મનમાં એક પ્રશ્ન છે કે 3 મે જ કેમ. કારણકે કેટલાક રાજ્યો 30 એપ્રિલ સુધીના લોકડાઊનની જાહેરાત કરી ચુક્યા છે.
આની પાછળનુ ગણિત એવુ છે કે, 3 મે સુધી લોકડાઉન વધારવાનો વિચાર અન્ય રાજ્યોનો પણ છે. કારણકે 1 મેના દિવસે લેબર ડેની રજા છે અને એ પછી 2 અને 3 મેના રોજ શનિવાર અને રવિવારની રજા આવે છે.
બીજી એક ગણતરી એવી પણ છે કે, કોરોનાના લક્ષણ દેખાતા 7 થી 14 દિવસનો સમય લાગે છે. આમ સરકારે 30 એપ્રિલ એટલે કે 16 દિવસની જગ્યાએ તકેદારી ખાતર બીજા 3 દિવસ પણ જોડી દીધા છે. જેથી દર્દીઓની તસવીર સ્પષ્ટ થઈ શકે.