છત્તીસગઢમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સ્મશાનગૃહમાં પણ જગ્યા ઓછી પડી રહી છે. જો જગ્યા હોય તો લાકડા ઓછા પડી રહ્યા છે. રાયપુરમાં લાકડાની એટલી બધી તંગી પડી કે અન્ય જિલ્લાઓમાંથી મગાવવી પડ છે. છત્તીસગઢના 20 જિલ્લાઓમાં સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન અમલમાં છે. લોકડાઉનમાંથી માત્ર 8 જિલ્લા બાકી છે. પ્રથમ લોકડાઉન 6 એપ્રિલના રોજ દુર્ગ જિલ્લામાં લાદવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ સંપૂર્ણપણે બંધ છે. જો કે, આ જિલ્લાઓમાં લોકડાઉન માટેની તારીખ અને સમયગાળો જુદો છે.6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી દુર્ગ જિલ્લામાં લોકડાઉન છે. 9 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાયપુરમાં 10 દિવસનું લોકડાઉન છે. 10 એપ્રિલથી 19 એપ્રિલ સુધી રાજનાંદગાંવ, બેમેતારા અને બાલોદ જિલ્લામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. 11 એપ્રિલથી 18 એપ્રિલ સુધી જશપુરમાં લોકડાઉન છે. બાલોડાબજારમાં 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધી લોકડાઉન છે. 11 એપ્રિલથી 19 એપ્રિલ સુધી કોરિયામાં લોકડાઉન શરૂ કરવામાં આવ્યું છે.મંગળવારે છત્તીસગઢમાં 15,121 નવા કેસ નોંધાયા છે. 2021 માં એક દિવસના આ સૌથી વધુ કેસ નોંધાયા છે. નવા કેસો પછી, કુલ સંખ્યા વધીને 4,71,994 થઈ ગઈ છે. રાજધાની રાયપુરમાં સૌથી વધુ 4169 નવા કેસ નોંધાયા છે. દુર્ગમાં ચેપના 1,755 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 156 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે પછી કુલ મૃત્યુઆંક 5,187 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,682 લોકો સાજા થયા, જે પછી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,57,668 થઈ ગઈ છે. રાજ્યમાં સક્રિય કેસ વધીને 1,09,139 થયા છે.
