કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશભરમાં જાહેર કરેલા લોકડાઉનની પોઝેટીવ ઈફેક્ટ વર્તાઈ છે. લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે અને કોરોના વાયરસથી સંક્રમિત લોકોના કેસમાં ઘટાડો થવાનું શરૂ કરી દીધું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 30 હજાર વેન્ટિલેટરોને તત્કાલ વધારવા માટે કહેવામાં આવ્યું છે, જેથી કોઈપણ સમસ્યાનો સામનો કરી શકાય. નોઇડા સેક્ટર 137માં વધુ 2 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પારસ ટીએરા સોસાયટીને 29 માર્ચ સુધી સીલ કરી દેવામાં આવી છે.
ગ્રેટર નોઇડાના ઓમિક્રોન સેક્ટરમાં એક કોરોનાનો પીડિત સામે આવ્યો છે. સોસાયટીને 29 માર્ચ સવારે 10 કલાક સુધી સીલ કરવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 724 લોકો આ જીવલેણ બીમારીની ઝપેટમાં આવી ગયા છે તો અત્યાર સુધી 17 લોકોના મોત થયા છે.
જ્યારે ગઈ કાલે ગુરૂવારે 88 નવા કેસ સામી આવ્યા હતાં. આ સાથે જ આંકડો વધીને 694 થઈ ગયો હતો. જોકે મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 140ની આસપાસ પહોંચી ગઈ છે. તેમજ 3 લોકોના મોત નિપજ્યા છે.