આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે. દરેક રાજકીય પક્ષોએ પોતાની જીતની વાત કરી છે ત્યારે આજે ખરેખર ખબર પડી જશે કે દેશમાં ક્યો પક્ષ વધુ બેઠકો પ્રાપ્ત કરે છે અને સરકાર બનાવવામાં પહેલ કરે છે.
દેશ સહિત સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણીના પરિણામ પર
આપને જણાવી દઇએ કે, ભારત દેશમાં તાજેતરમાં 7 તબક્કામાં યોજાયેલ ચૂંટણી બાદ સમગ્ર વિશ્વની નજર તેના પરિણામ પર છે, ખાસ કરીને ભાજપને કેટલી બેઠકો મળે છે તેના પર સૌ મીટ માંડીને બેઠું છે.
ભાજપનું પલડુ ભારે
રાજકીય નિષ્ણાંતોના મતે લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપનું પલડુ ભારે હોવાની વાત કરવામાં આવી છે, તો વિપક્ષોએ પણ પોતાનું પલડુ ભારે હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કોંગ્રેસે વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ
ગત લોકસભાની ચૂંટણી કરતા વધારે મજબુત રીતે પ્રચાર કર્યો છે. આ સાથે જ ચૂંટણી સમયે રણનીતિ બનાવી છે ત્યારે કોંગ્રેસે પણ લોકસભામાં જીતનો વિશ્વાસનો પ્રગટ કર્યો હતો.