ગુજરાતમાં પણ મોદી લહેર જોવા મળી રહી છે. ગુજરાતની 26 બેઠકોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની અનેક બેઠકોમાં બીજેપી હાલ આગળ છે. ગાંધીનગરમાં ભાજપ ઉમેદવાર અમિત શાહ હાલ ઐતિહાસિક જીત મેળવવા તરફ આગળ વધી રહ્યાં છે. અમિત શાહ સામે કોંગ્રેસ ઉમેદવાર સી જે ચાવડા પાછળ ચાલી રહ્યાં છે. અમિત શાહ 1.15 લાખ મતોથી આગળ ચાલી રહ્યાં છે.
સુરતમાં ભાજપનાં દર્શના જરદોશ કોંગ્રેસ ઉમેદવાર અશોક અધેવાલા કરતાં આગળ
બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સામે તુષાર ચૌધરી પાછળ ચાલી રહ્યાં છે.
જામનગરની વાત કરીએ તો ભાજપ ઉમેદવાર પૂનમ માડમ પણ આગળ છે.
બનાસકાંઠામાં ભાજપના પરબત પટેલ કોંગ્રેસના પરથી ભટોળથી આગળ ચાલી રહ્યાં છે.
છોટા ઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવા કોંગ્રેસના રણજીત સિંહ રાઠવાથી આગળ.
અમદાવાદ પૂર્વમાં ભાજપના એચ એસ પટેલ કોંગ્રેસના ગીતા પટેલથી આગળ.
આણંદમાં ભાજપના મિતેષ પટેલ કોંગ્રેસના ભરત સિંહ સોલંકી સામે આગળ.
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર ભારતી બેન શિયાળ કોંગ્રસના મનહર પટેલથી આગળ.
ભરૂચમાં ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણથી આગળ ચાલી રહ્યાં છે.
ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણ કોંગ્રેસના બિમલ શાહથી આગળ
અમદાવાદ પશ્વિમમાં ભાજપના કિરિટ સોલંકી કોંગ્રેસના રાજુ પરમારથી આગળ
અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા કોંગ્રેસના પરેશ ધાનાણીથી આગળ ચાલી રહ્યાં છે.