નાણાકીય તરલતાનો સામનો કરી રહેલી YES BANK ઉપર ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નિયંત્રણો મુક્યા છે.માં RBI એ (Yes Bank)યસ બેન્કના થાપણદારો માટે માસિક ઉપાડની મર્યાદા રૂ. 50,000 નક્કી કરી છે. એટલે કે યસ બેન્કના થાપણો હવે તેમના એકાઉન્ટમાંથી મહિને માત્ર રૂ.50,000 જેટલી જ રકમ ઉપાડી શકશે. જો એક વ્યક્તિના યસ બેન્કમાં એકથી વધારે એકાઉન્ટ હશે તો પણ તે કુલ મળીને રૂ.50,000 સુધીની રકમ ઉપાડી શકશે.
રિઝર્વ બેન્કે ગત મોડી સાંજે સંકટમાં ફસાયેલી ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર કલમ 36એસી હેઠળ પ્રતિબંધ મૂકીને નાણાં ઉપાડવાની મર્યાદા 50 હજાર જાહેર કરી છે. યસ બેન્કના કોઈ પણ ખાતેદાર હવે 50 હજારની રકમ જ ઉપાડી શકશે. તો આ પ્રતિબંધ લાગવાને કારણે એટીએમ બહાર તેના ખાતેદારોની લાંબી લાઈનો લાગી છે. યસ બેંકના ખાતા ધારકો વહેલી સવારથી જ એટીએમ મશીન બહાર નાણાં ઊપાડવા મોટી સંખ્યામાં લાઈનોમાં લગાવી ઊભેલા નજરે ચડી રહ્યા છે.