મધ્યપ્રદેશનાં બેતુલ જિલ્લામાં એક યુવતી રાત્રે ત્રણ વાગ્યે પ્રેમીનાં ગામમાં સોરી બોલવા આવેલી યુવતી પર ગામનાં લોકોએ લાકડી અને કુહાડી વડે ચોર સમજી હુમલો કર્યો હતો.પ્રેમીને સોરી બોલવા 17 વર્ષીય કિશોરી ઢુટમુર ગામથી બોરીખુર્દ પહોંચી હતી. સ્થાનિક પોલીસનાં જણાવ્યા મુજબ કિશોરીને તેના ગામમાં છોડવા માટે પ્રેમી તેના મિત્રને બોલાવવા ગયો હતો. ત્યારબાદ કૂતરાથી ડરીને છોકરી નજીકનાં મકાનનાં બાથરૂમમાં ઘૂસી ગઈ. આ દરમિયાન, ગામલોકોની નજર તેના પર પડી અને તેને ચોર સમજી તેમણે યુવતી ઉપર લાકડી અને કુહાડી વડે હુમલો કર્યો.
ગર્લફ્રેન્ડને ઘાયલ જોઇને પ્રેમીએ સ્થાનિક પોલીસને આ મામલે જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી કિશોરીને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસે આ કેસમાં ઘણા ગ્રામજનોની અટકાયત કરી છે અને આ કેસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે અહી તે કિશોરીનું નસીબ સારુ રહ્યુ હતુ કે તેનો જીવ બચી ગયો અને સમયસર પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ. જો થોડો સમય વધુ થયો હોત તો કિશોરીની શું હાલત થઇ હોત તે આજે સૌ કોઇ જાણે છે.