શું તમને ખબર છે કે એલપીજી સિલેન્ડરનો કનેક્શન લેતા જ તમને 50 લાખ રૂપિયા સુધીનો વીમા કવર મળે છે. પરંતુ જાણકારીના અભાવના કારણે લોકો તેમને ફાયદો થઈ શકતો નથી. બધા જ રજિસ્ટર્ડ ગ્રાહકોને રજિસ્ટર્ડ એડ્રેસ પર ગેસ સિલેન્ડરના કારણે કોઈ ઘટના બને છે તો મફતમાં વીમો આપવામાં આવે છે. જો કોઈ પણ ગ્રાહકના ઘરે ગેસને કારણે કોઈ પણ પ્રકારનું નુકશાન થાય છે તો તેઓ વીમા માટે ક્લેમ કરી શકે છે. ગ્રાહકનો આખો પરિવાર વીમા ક્લેમ હેઠળ આવે છે. એટલે કે પરિવારના કોઈ પણ સભ્યની સાતે ગેસ સિલેન્ડરના કારણે કોઈ નુકશાન થાય છે તો વીમા માટે ક્લેમ કરી શકાય છે.
હવે પ્રશ્ન થાય છે કે, વીમા માટે કેવી રીતે એપ્લાય કરવું જેથી મફતના વીમાનો લાભ લઈ શકાય. તેના માટે ગ્રાહકોને કેટલીક પ્રક્રિયને પોલો કરવુ પડશે જે બાદ આસાનીથી ક્લેમ કરી શકાય છે. અકસ્માતની ઘટનામાં સૌથી પહેલા તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ દાખલ કરાવવી. ત્યાર બાદ થોડા દિવસ પછી નજીકના ડિસ્ટ્રીબ્યૂટરને સૂચના આપવી.