નવા નાણાકીય વર્ષના પહેલા જ દિવસે જ રાંધણ ગેસ (LPG)ના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે તેને LPG સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. LPG સિલિન્ડરના આ નવા ભાવ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ પહેલા જાણકાર સૂત્રોએ માહિતી આપી હતી કે ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે સાથે ગેસના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફરીથી કાચા તેલના ભાવ ઘટી રહ્યા છે. આ જ કારણ છે કે તેના ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. ગત એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો છે.હાલ 14.2 કિલોગ્રામના નોન-સબસિડરી વાળા ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા, મુંબઈમાં 819 રૂપિયા અને ચેન્નાઈમાં 835 રૂપિયા છે. ભાવમાં ઘટાડા બાદ એક એપ્રિલથી આ ભાવ ઘટીને દિલ્હીમાં 809 રૂપિયા કોલકાતામાં 835.50 રૂપિયા, મુંબઈમાં 809 રૂપિયા અને ચેન્નાઈમાં 825 રૂપિયા થઇ જશે.
છેલ્લા કેટલાંક સમયથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ 64 ડોલરના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. માર્ચના શરૂઆતના સપ્તાહમાં આ 71 ડોલર સુધી પહોંચી ગયો હતો. સરકારી સૂત્રોએ કહ્યું છે કે રિટેલમાં પેટ્રોલ-ડીઝલના ભાવની ગણતરી ક્રૂડ ઓઈલના ભાવ પર નિર્ભર કરે છે. એવામાં આવનાર દિવસોમાં સસ્તો થશે. ફેબ્રુઆરી મહિનામાં પેટોલ ડીઝલના ભાવ સર્વાધિક સપાટીએ પહોંચી ગયો હતો. છેલ્લા એક સપ્તાહમાં તેના ભાવમાં 60 પૈસાથી વધુનો ઘટાડો થયો છે. વર્તમાન ટ્રેડ મુજબ, રેતમાં માત્ર ઘટાડો થશે. તેમાં હાલ તેજીના કોઈ એંધાણ નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ 15 દિવસમાં ક્રૂડ ઓઇલના એવરેજ રેટ પર આધારિત છે જયારે એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે બદલાય છે.