નવા વર્ષમાં જાન્યુઆરી 2020થી ગેસ સિલિન્ડરની કિંમતમાં વૃદ્ધિ થઇ છે. સતત ચોથા મહિને રાંધણ ગેસની કિંમતની કિંમતમાં વધારો થયો છે, જેમા સામાન્ય માણસને ઝટકો વાગ્યો છે. દેશના પ્રમુખ મહાનગરોમાં સબસીડિ વગરના ગેસ સિલિન્ડરમાં લગભગ 19 રૂપિયા મોંઘો થયો છે.
ગેસ સિલિન્ડરમાં ચૂકવવા પડશે આટલા વધારે રૂપિયા
આજથી દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડર માટે તમારે 714 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. કોલકાતામાં તેની કિંમત 747 રૂપિયા છે. ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં 14.2 કિલોના સબસિડીવાળા સિલિન્ડરની કિંમત ક્રમશ: 684.50 અને 734 રૂપિયા છે. ત્યાં જ 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઇ ગઇ છે. કોલકાતામાં 1308 રૂપિયા, મુંબઇમાં 1190 રૂપિયા અને ચેન્નઇમાં તેની કિંમત 1363 રૂપિયા થઇ ગઇ છે. અમદાવાદમાં 708 રૂપિયા સિલિન્ડર માટે ચુકવવાના રહેશે.
ગત મહિને આચલી હતી કિંમત
ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડર માટે 695 રૂપિયાની ચૂકવણી કરવાની રહેતી હતી. કોલકાતામાં તેની કિંમત 725.50 રૂપિયા હતી અને ત્યાં જ મુંબઇ અને ચેન્નઇમાં 14.2 કિલો સબસિડી વગરના સિલિન્ડરની કિંમત ક્રમશ: 665 અને 714 રૂપિયા હતી.