LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે.. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPC, IOC)એ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઇ બદલાવ નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ વાળા નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો નોંધાયો છે. IOCની વેબસાઇટ પર આપવામાં આવેલી કિંમતો અનુસાર LPG ગેસ સિલિન્ડર 2 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો છે.
જણાવી દઇએ કે તેની પહેલા જુલાઇ મહિનામાં 14 કિલોગ્રામવાળા LPG ગેસ સિલિન્ડરની કિંમત 4 રૂપિયા સુધી વધારવામાં આવી હતી. સાથે જ જૂન દરમિયાન દિલ્હીમાં 14.2 કિલોગ્રામવાળો નૉન-સબ્સિડાઇઝ્ડ LPG સિલિન્ડર 11.50 રૂપિયા મોંઘો થઇ ગયો હતો. જ્યારે મેમાં 162.50 રૂપિયા સુધી સસ્તો થઇ ગયો હતો.