ઘરેલૂ રાંધણ ગેસ સિલેન્ડરના બજાર ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. સતત ચોથા મહિને રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. આ મહિને રેટ રિવિઝન બાદ ઘરેલૂ સિલિન્ડર (14.2 કિલો) 771.50 રૂપિયાનો થઇ ગયો છે. ઘણાં સમયથી કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો)ના ભાવમાં વધારો થયો નથી.

આ મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 1403.50 રૂપિયા છે. આ ભાવ વધારો શનિવારે એટલે કે 1 જૂનથી લાગુ થશે. આ મહિને વપરાશકારોના ખાતામાં 274.41 રૂપિયાની સબસિડી આવશે.
નાના સિલિન્ડરના આટલા છે ભાવ

નાના ઘરેલૂ સિલિન્ડર (5 કિલો) 282.50 રૂપિયાનો થઇ ગયો છે. હવે પાંચ કિલોના સબ્સિડાઇઝ ગેસ સિલિન્ડર પર વપરાશકર્તાઓના ખાતામાં 97.62 રૂપિયાની સબ્સિડી આવશે.
ગેસ સિલિન્ડર (14.2 કિલો)- 771.50 રૂપિયા
કોમર્શિયલ સિલિન્ડર (19 કિલો)- 1403.50 રૂપિયા

ઇન્ડિયન ઓઇલ અનુસાર રાજધાની દિલ્હીમાં એક જૂનથી સબ્સીડી વાળો ગેસ સિલિન્ડર 497 રૂપિયા 37 પૈસાનો મળશે. મેમાં તેની કિંમત 496 રૂપિયા 14 પૈસા હતી. આ સાથે જ દિલ્હીમાં સબ્સિડી વિનાના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મેમાં તેની કિંમત 712 રૂપિયા 50 પૈસા હતી જે જૂનમાં વધીને 737 રૂપિયા 50 પૈસા થઇ જશે.