લોક રક્ષક દળનું પેપર લીક થઈ જવાને કારણે 9 લાખથી વધારે ઉમેદવારો રઝળી ગયા હતા. આ ઘટનાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પેપર લીકના ષડયંત્રને શોધી કાઢવામાં કોઈ કચાસ ન રાખવા આદેશ કર્યા હતા. આ ષડયંક્ષની જલ્દીથી તપાસ થાય તે માટે સંયુક્ત ટીમ બનાવવા આદેશ કર્યો હતો. જેમાં ગુજરાત પોલીસે આજે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં પુછપરછ દરમિયાન આ આખા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ પ્રફેશનલ ગેંગમાં પોલીસે વિનય અરોરા, મહાદેવ અસ્તુરે, વિનોદ રાઠોડની ધરપકડ કરી છે.
