કોરોના વેક્સિનને લઇને લોકોમાં ઘણી ગેરસમજ પેદા થઇ છે. મોટી સંખ્યામાં લોકોએ વેક્સિન લીધી છે તેમ છતાં એવા લોકોની પણ કમી નથી જે વેક્સિનના નામે મોઢુ ફેરવી લે છે. જો કે કેટલીક જગ્યાઓ પર રસી લેનાર લોકોમાં પોઝિટિવ રિઝલ્ચ જોવા મળ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોવિડ વેક્સિન લીધા બાદ મહારાષ્ટ્રના વાશિમની એક મહિલાની દ્રષ્ટિ પરત આવી ગઇ છે.વાશિમ જિલ્લાની બેંડરવાડીની 70 વર્ષીય મહિલા મથુરાબાઇ બિડવે ગત 9 વર્ષથી અંધકારમય જીવન જીવી રહી હતી. મોતિયાના કારણે તેની આંખની કીકી સફેદ થઇ ગઇ અને બંને આંખની રોશની ચાલી ગઇ. મથુરાબાઇ જાલના જિલ્લાના પર્તૂરની રહેવાસી છે. તે પોતાના સંબંધીઓ સાથે રસોદ તાલુકામાં રહે છે.મથુરાબાઇએ 26 જૂને કોવિશીલ્ડ વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે દાવો કર્યો કે તેમની એક આંખની 30થી 40 ટકા રોશની પરત આવી ગઇ. આ વેક્સીન લીધાના બીજા દિવસે થયું.
