WEST-BENGAL:પશ્ચિમ બંગાળના બર્દવાનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાફલામાં અચાનક એક કાર ઘુસી ગઈ. આ અકસ્માતમાં મમતા બેનર્જીને સામાન્ય ઈજા થઈ છે.
પશ્ચિમ બંગાળના બર્દવાનમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સીએમ મમતા બેનર્જીને માથામાં ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજા ગંભીર નથી. પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રીના કાફલામાં અચાનક એક કાર ઘુસી ગઈ હતી. કાફલામાં અચાનક કાર ઘુસી જવાને કારણે કાર ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવવી પડી હતી. જેના કારણે મમતા બેનર્જીને ઈજા થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઈજા નાની છે.