પશ્ચિમ બંગાળ સરકારે લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપા અધ્યક્ષ અમિત શાહની પ્રસ્તાવિત રથ યાત્રાને અનુતિ આપવાની સ્પષ્ટપણે ના કહી દીધી છે. મમતા સરકારનું કહેવું છે કે જે દરમ્યાન રથયાત્રાની પરવાનગી માંગવામાં આવી છે તે જ સમયે અનેક ઉત્સવો અને તહેવારો છે. જેથી રથયાત્રા નીકાળવાથી વધારે ટ્રાફિક જામ થઇ શકે છે. જેનાંથી લોકોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે જેથી આ જ કારણોસર રથયાત્રાની અનુમતિ આપવામાં નથી આવી.
ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષે રથયાત્રાની અનુમતિ નહીં મળવા બાદ તેની જગ્યાએ અલગ-અલગ સ્થાન પર સભાઓ કરવાની વાત કરી છે. પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, પશ્ચિમ બંગાળની સરકારે ભારતીય જનતા પાર્ટીને રથયાત્રા કરવાની પરવાનગી આપી નથી. પરંતુ ભાજપા રથયાત્રાની જગ્યાએ સભાનું આયોજન કરી શકે છે. આને માટે પ્રદેશ સરકારને ફરી વાર અલગથી અનુમતિ માંગવામાં આવશે.